શાહપુરના વારસાગત બંગલા અંગે 96 વર્ષીય મહિલાને હાઇકોર્ટની રાહત: અરજી ફગાવતો ટ્રસ્ટનો નિર્ણય રદ; 10 અઠવાડિયામાં નવેસરથી નિર્ણય કરવા આદેશ
અમદાવાદના શાહપુરમાં આવેલા જર્જરિત કૌટુંબિક બંગલાને વારસાની યાદીમાંથી દૂર કરવાની અરજી પર અરજદાર પક્ષને સાંભળ્યા વિના નિર્ણય લેવાયો હતો. હવે ટ્રસ્ટે ઔપચારિક સુનાવણી બાદ કારણો સાથે નવો નિર્ણય આપવો પડશે.
