Paramount Skydanceના CEO David Ellisonે જાહેરાત કરી છે કે Warner Bros. Discovery સાથેનો વિલય પૂર્ણ થયા બાદ સંયુક્ત કંપનીનું નામ માત્ર Skydance રહેશે. Ellisonના જણાવ્યા અનુસાર, નવી કંપનીને પોતાની અલગ ઓળખ આપવી અને સાથે Paramount તથા Warner Bros. સહિતની જાણીતી બ્રાન્ડ્સને તેમની ઓળખ સાથે જાળવી રાખવી એ નામ પસંદ કરવાનો મુખ્ય હેતુ છે.

Paramount Skydance અને Warner Bros. Discovery વચ્ચેનો સોદો આશરે $110-111 બિલિયનનો છે. કંપનીઓએ 30 સપ્ટેમ્બરે જાહેર કર્યું હતું કે મર્જર 6 ઓક્ટોબર, 2026ના રોજ પૂર્ણ થવાની અપેક્ષા છે. જોકે, આ માટેની સામાન્ય ક્લોઝિંગ શરતો પૂર્ણ થવી જરૂરી છે.

કાનૂની પડકાર બાદ સોદાને માર્ગ

મર્જર સામે કેલિફોર્નિયા સહિત 12 અમેરિકન રાજ્યોએ સ્પર્ધા પર અસર થવાની દલીલ સાથે કેસ કર્યો હતો. રાજ્યોએ આશંકા વ્યક્ત કરી હતી કે આ સોદાથી ફિલ્મ અને કેબલ-ટેલિવિઝન ક્ષેત્રે સ્પર્ધા ઘટી શકે છે. સપ્ટેમ્બરના અંતમાં ફેડરલ જજે રાજ્ય સરકારો અને Paramount વચ્ચેના સમાધાનને મંજૂરી આપી, જેના પગલે સોદો પૂર્ણ કરવાનો માર્ગ ખુલ્યો.

સમાધાન હેઠળ કંપનીએ ફિલ્મ નિર્માણ અને થિયેટર રિલીઝ સંબંધિત કેટલીક પ્રતિબદ્ધતાઓ સ્વીકારી છે. કેલિફોર્નિયા એટર્ની જનરલના કાર્યાલયે જણાવ્યું હતું કે કરારમાં ઘરેલું ફિલ્મ નિર્માણ વધારવા માટે ઓછામાં ઓછા $1.5 બિલિયનની વધારાની પ્રતિબદ્ધતા અને અસરગ્રસ્ત કર્મચારીઓ માટે $47.5 મિલિયનનું ફંડ સામેલ છે.

વિલય પછી Skydance નામ નવી સંયુક્ત કંપનીની કોર્પોરેટ ઓળખ બનશે, પરંતુ Paramount Pictures, Warner Bros. અને અન્ય મનોરંજન બ્રાન્ડ્સ પોતાની બજાર ઓળખ સાથે ચાલુ રહેશે.