બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી ફરી એકવાર ચર્ચામાં આવી છે. જયપુરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાના લોકપ્રિય ફિલ્મી ગીતો પર ડાન્સ કર્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
વીડિયોમાં મમતા કુલકર્ણી ‘કરણ અર્જુન’ના ગીત ‘એક મુંડા મેરી ઉમર કા’ સહિત 90ના દાયકાના અન્ય ગીતો પર ડાન્સ કરતી જોવા મળે છે. અહેવાલો અનુસાર, તેમણે ‘ઘાતક’ના ‘કોઈ જાયે તો લે આયે’ અને ‘સબસે બડા ખિલાડી’ના ‘લંબા લંબા ઘૂંઘટ’ જેવા ગીતો પર પણ પરફોર્મ કર્યું હતું.
મમતા કુલકર્ણી લાંબા સમય બાદ ફરી જાહેર કાર્યક્રમમાં પોતાના ફિલ્મી અંદાજમાં જોવા મળતાં તેમના પ્રશંસકોનું ધ્યાન ખેંચાયું છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે તેમના ડાન્સ અને બદલાયેલા લુક અંગે પ્રતિક્રિયાઓ આપી છે, જ્યારે કેટલાકે તેમના આધ્યાત્મિક જીવન બાદના આ જાહેર દેખાવ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.
મમતા કુલકર્ણી ‘કરણ અર્જુન’, ‘સબસે બડા ખિલાડી’ અને ‘ઘાતક’ જેવી ફિલ્મોમાં અભિનય માટે જાણીતી છે.
