‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના તાજેતરના એપિસોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. એપિસોડમાં અભિનેતા આયુષ્માન ખુરાનાએ પોતાની આગામી ફિલ્મ ‘ઉડતા તીર’ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મમાં તેઓ એવા પાકિસ્તાની જાસૂસની ભૂમિકા ભજવી રહ્યા છે, જે ભારત આવ્યા બાદ યાદશક્તિ ગુમાવે છે અને પોતાને ભારતીય માને છે.

આ વાત સાંભળ્યા બાદ કોમેડિયન કુલ્લૂએ મજાકમાં કહ્યું, ‘વોહ અદનાન સામી હૈ.’ આ ટિપ્પણીથી શોમાં હાજર લોકો હસી પડ્યા. વીડિયો વાયરલ થયા બાદ ગાયક અદનાન સામીએ તેના પર પ્રતિક્રિયા આપી.

અદનાને કમેન્ટમાં લખ્યું, ‘પહેલા મुझસે રાઇટ્સ લો અને પછી ફિલ્મ બનાવો.’ તેમની આ ટિપ્પણીને પણ સોશિયલ મીડિયા પર રમૂજી જવાબ તરીકે જોવામાં આવી રહી છે.

અદનાન સામીને વર્ષ 2016માં ભારતીય નાગરિકતા મળી હતી. તે પહેલાં તેઓ પાકિસ્તાની નાગરિક હતા અને પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતા હતા. ‘ઉડતા તીર’માં આયુષ્માન ખુરાના સાથે સારા અલી ખાન પણ જોવા મળશે.