બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને ફરી એકવાર પેરિસ ફેશન વીકના રેમ્પ પર પોતાની આગવી છાપ છોડી છે. 28 સપ્ટેમ્બર, 2026ના રોજ પેરિસમાં યોજાયેલા L’Oréal Parisના Le Défilé શોમાં તેમણે રેમ્પ વોક કર્યો હતો. આ કાર્યક્રમ Place Joffre ખાતે યોજાયો હતો.

ઐશ્વર્યાએ આ પ્રસંગે બ્લેક વેલ્વેટ ગાઉન પહેર્યું હતું. તેના પર કેપની ડિઝાઇન હતી અને લુકને જ્વેલથી સજાવેલા ક્રાઉનથી પૂર્ણ કરવામાં આવ્યો હતો. તેમના નવા બર્ગન્ડી શેડના વાળ અને બોલ્ડ રેડ લિપ્સે પણ ધ્યાન ખેંચ્યું હતું.

‘Walk Your Worth’ થીમ હેઠળ શો

આ ફેશન શો ‘Walk Your Worth’ થીમ હેઠળ યોજાયો હતો. ઐશ્વર્યા L’Oréal Parisની ગ્લોબલ એમ્બેસેડર તરીકે આ ઇવેન્ટમાં સામેલ થઈ હતી. રેમ્પ પર તેમની સાથે Kendall Jenner અને ‘Bridgerton’ અભિનેત્રી Simone Ashley પણ જોવા મળ્યાં હતાં.

શો દરમિયાન ઐશ્વર્યા અને Simone Ashleyએ સાથે રેમ્પ વોક કર્યો હતો. અંતિમ રાઉન્ડમાં બંને હાથમાં હાથ નાખીને રેમ્પ પર ચાલતાં પણ જોવા મળ્યાં. ઐશ્વર્યાના ક્રાઉનવાળા લુકના ફોટા અને વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમના આત્મવિશ્વાસ અને ગ્રેસની પ્રશંસા થઈ રહી છે.

પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યાની હાજરી છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચામાં રહે છે. આ વખતે પણ તેમનો રોયલ અંદાજ, વેલ્વેટ ગાઉન અને બદલાયેલો હેર લુક ફેશન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.