ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS)ના ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના ઉમેદવારો માટે નવેમ્બર-ડિસેમ્બર 2026ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષાઓ 30 નવેમ્બર 2026થી શરૂ થઈને 9 ડિસેમ્બર 2026 સુધી રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર યોજાશે.
ધોરણ 10ની પરીક્ષા
ધોરણ 10ની પરીક્ષા 30 નવેમ્બરથી શરૂ થશે અને 8 ડિસેમ્બરે પૂર્ણ થશે. પરીક્ષાનો સમય સવારે 10થી બપોરે 1:15 વાગ્યા સુધી રહેશે. પ્રથમ દિવસે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના પેપર લેવામાં આવશે. આ પરીક્ષાના થિયરી પ્રશ્નપત્રો 80 ગુણના રહેશે. વોકેશનલ વિષયોની પરીક્ષા 8 ડિસેમ્બરે યોજાશે.
ધોરણ 12નો કાર્યક્રમ
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા બે સેશનમાં લેવામાં આવશે. સવારે 10:30થી બપોરે 1:45 અને બપોરે 3થી સાંજે 6:15 વાગ્યા સુધી પરીક્ષા રહેશે. 30 નવેમ્બરે સવારે આંકડાશાસ્ત્ર અને બપોરે ભૂગોળનું પેપર છે. 9 ડિસેમ્બરે બપોરના સેશનમાં ઇતિહાસની પરીક્ષા યોજાશે.
કમ્પ્યુટર પરિચય વિષયની થિયરી પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ વિગતવાર કાર્યક્રમ ચકાસવો અને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવું.
