ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડ સહિત વિવિધ વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2ની કુલ 26 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ભરતી 15 અલગ-અલગ જાહેરાતો હેઠળ હાથ ધરાઈ રહી છે.
ભરતીમાં Port Officer, Pilot Officer, Assistant Port Officer, Marine Engineer, Engineer Surveyor, Naval Architect સહિતના વહીવટી અને ટેક્નિકલ પદોનો સમાવેશ થાય છે. કેટલીક જગ્યાઓ ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે સંબંધિત છે.
અરજીની અંતિમ તારીખ
લાયક ઉમેદવારો 24 સપ્ટેમ્બર 2026ના બપોરે 1 વાગ્યાથી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની અને તેની પુષ્ટિ કરવાની અંતિમ સમયમર્યાદા 8 ઓક્ટોબર 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી છે.
ઉમેદવારોએ પદ પ્રમાણે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, વયમર્યાદા અને અન્ય શરતો તપાસ્યા બાદ GPSCના સત્તાવાર ભરતી પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ભરતી માટેની લાયકાત પદ અનુસાર અલગ છે, જેમાં મરીન એન્જિનિયરિંગ, નોટિકલ અને સંબંધિત ટેક્નિકલ લાયકાતોનો સમાવેશ થાય છે.
