નસવાડી તાલુકાની દામણીયાઆંબા પ્રાથમિક શાળાનો 49મો સ્થાપના દિન 1 ઓક્ટોબરે ઉજવાયો હતો. આ પ્રસંગે શાળામાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક રજૂઆતો કરી હતી. વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી.

સ્થાપના દિનની ઉજવણીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીજ્ઞેશભાઈ, નસવાડીના SMC અધ્યક્ષ પાર્વતીબેન, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મંત્રી કિશનભાઈ, જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ ધર્મિષ્ઠાબેન પ્રવિણસિંહ, જીતેન્દ્રભાઈ, પૂર્વ શિક્ષક જેસીંગભાઈ તથા પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અમૃત ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

શાળા પરિસરમાં વૃક્ષારોપણ

ઉજવણીને યાદગાર બનાવવા BRC ભવન, નસવાડીના સ્ટાફ દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ શાળાની શૈક્ષણિક પ્રગતિ, વિવિધ પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

સ્થાપના દિનના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની ભાગીદારી સાથે શાળાના શૈક્ષણિક અને સહપાઠ્ય પ્રવૃત્તિઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું.