અમદાવાદમાં Indian Institute of Interior Designers (IIID)ના અમદાવાદ રિજનલ ચેપ્ટર દ્વારા યોજાયેલ Catalyst Season 2માં 10 યુનિવર્સિટીના આશરે 450 વિદ્યાર્થીઓ જોડાયા હતા. Anant National University ખાતે યોજાયેલા આ એકદિવસીય ડિઝાઇન ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા, સહકાર અને વ્યાવસાયિક ક્ષેત્ર સાથે સીધો સંવાદ કરવાનો અવસર મળ્યો.
‘Design • Dialogue • Disrupt’ થીમ પર આધારિત Catalyst 2.0નો ઉદ્દેશ વિદ્યાર્થીઓને વર્ગખંડની પરંપરાગત શૈક્ષણિક પદ્ધતિથી આગળ લઈ જઈ ડિઝાઇન ક્ષેત્રની વિવિધ વિચારસરણી, પ્રયોગો અને વ્યાવસાયિક પડકારો સાથે પરિચિત કરવાનો હતો. કાર્યક્રમમાં 15થી વધુ પ્રવૃત્તિઓ યોજાઈ હતી.
ડિઝાઇન ચેલેન્જથી લઈને પિન-અપ રિવ્યૂ સુધી
ફેસ્ટિવલ દરમિયાન ડિઝાઇન ચેલેન્જ, વર્કશોપ, શૈક્ષણિક પ્રોજેક્ટ જ્યુરી, મટિરિયલ એક્સપ્લોરેશન, પિન-અપ રિવ્યૂ, ડિબેટ, ક્વિઝ, નેટવર્કિંગ પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓની રજૂઆતો યોજાઈ હતી. વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને પોતાના વિચારો રજૂ કરવાની સાથે અન્ય સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને ડિઝાઇન ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરવાની તક મળી.
35થી વધુ જાણીતા આર્કિટેક્ટ્સ અને ડિઝાઇનર્સે જ્યુરી, મેન્ટર અને ફેસિલિટેટર તરીકે ભાગ લીધો હતો. તેમના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રોજેક્ટ્સ પર વ્યાવસાયિક પ્રતિસાદ મળ્યો અને ડિઝાઇન વ્યવસાયની વાસ્તવિક કામગીરી અંગે સમજ મેળવવાની તક મળી.
કાર્યક્રમમાં Chief Guest તરીકે આર્કિટેક્ટ Sunita Kohli ઉપસ્થિત રહ્યા હતા. IIIDના President Jignesh Modi Guest of Honour તરીકે જોડાયા હતા. ઉપરાંત President-Elect Shamini Shanker Jain, Hon. Secretary Anshuman Sharma, Past President Jabeen Zacharias અને Anant National Universityના Provost Dr. Sanjeev Vidyarthીએ પણ હાજરી આપી હતી.
IIID અમદાવાદ અને Anant University વચ્ચે MOU
Catalyst 2.0 દરમિયાન IIID અમદાવાદ અને Anant National University વચ્ચે Memorandum of Understanding (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સહયોગનો હેતુ ડિઝાઇન શિક્ષણ અને વ્યાવસાયિક ક્ષેત્ર વચ્ચેનું અંતર ઘટાડવાનો છે.
MOU હેઠળ વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો વચ્ચે જ્ઞાન વિનિમય, ઉદ્યોગ સાથે સંવાદ, વર્કશોપ, મેન્ટરશિપ, સંશોધન અને સંયુક્ત પહેલો માટે વધુ તકો ઊભી કરવાની દિશામાં કામ કરવામાં આવશે. IIID અમદાવાદના Chairperson Chirag Doshiએ વિદ્યાર્થીઓને વ્યાવસાયિક ક્ષેત્ર સાથે સીધો સંપર્ક મળે તેવા અર્થપૂર્ણ મંચોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
