ઓપન સ્કૂલનું રજિસ્ટ્રેશન શાળાઓ માટે પડકારરૂપ: ધીમા સર્વર અને જટિલ પ્રક્રિયા વચ્ચે સમયમર્યાદા 15 ઓક્ટોબર સુધી લંબાવાઈ
ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની નવેમ્બર-ડિસેમ્બર 2026ની ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે આણંદ જિલ્લામાં અંદાજે 6 હજાર વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના છે. દસ્તાવેજો અપલોડ કરવામાં અને ઓનલાઈન ચુકવણીમાં મુશ્કેલીની ફરિયાદ છે.
