ગુજરાતની શાળાઓમાં દિવાળી વેકેશનનો આજે અંતિમ દિવસ: 26 નવેમ્બરથી બીજું સત્ર શરૂ; બોર્ડ પરીક્ષા 25 ફેબ્રુઆરીથી
5થી 25 નવેમ્બર સુધીના 21 દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓ ગુરુવારથી વર્ગખંડમાં પરત ફરશે. આગામી સત્રમાં પ્રિલિમ, પ્રાયોગિક અને બોર્ડ પરીક્ષાની તારીખો પણ નક્કી છે.
