દેશવ્યાપી બેંક હડતાળની અસર વચ્ચે State Bank of India (SBI)એ 28થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ATMમાંથી રોકડ ઉપાડવા પર લાગતા ચાર્જ માફ કરવાનો નિર્ણય લીધો છે. આ રાહત ત્રણ દિવસ માટે લાગુ રહેશે.

United Forum of Bank Unions (UFBU) દ્વારા પાંચ દિવસની બેંકિંગ વ્યવસ્થા સહિતની માંગણીઓને લઈને 28થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. સરકારની અપીલ છતાં હડતાળ ચાલુ રહેવાની સ્થિતિમાં શાખા આધારિત સેવાઓને અસર થઈ શકે છે.

ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ રહેશે

SBI ગ્રાહકો ATM, Customer Service Points, મોબાઇલ બેંકિંગ, ઇન્ટરનેટ બેંકિંગ અને WhatsApp બેંકિંગનો ઉપયોગ કરી શકશે. UPI, IMPS, NEFT અને RTGS દ્વારા પેમેન્ટ તથા ફંડ ટ્રાન્સફર જેવી સેવાઓ પણ ચાલુ રહેવાની માહિતી આપવામાં આવી છે. જોકે, દરેક બેંકની કામગીરી તેના આંતરિક વ્યવસ્થા પર આધારિત રહેશે.

ગ્રાહકોની સુવિધા માટે જાહેર ક્ષેત્રની બેંકો અને Regional Rural Banksને 27 સપ્ટેમ્બર, રવિવારે સામાન્ય રીતે ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. મહત્વપૂર્ણ શાખા સંબંધિત કામ હોય તો તે પહેલાં પૂર્ણ કરવાની સલાહ છે.