ગાંધીનગર સ્થિત GIFT Cityમાં JPMorgan Chase આગામી બે વર્ષમાં પોતાનો બિઝનેસ બમણો કરવાનો લક્ષ્ય ધરાવે છે. બેંકના એક વૈશ્વિક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, GIFT Cityમાં JPMorgan પાસે હાલમાં કેટલાક સો ક્લાયન્ટ્સ છે અને અહીંનું બિઝનેસ સતત વધી રહ્યું છે.
બેંકની GIFT City કામગીરીનો વર્તમાન બિઝનેસ બુક લગભગ 1 અબજ ડૉલરનો હોવાનું જણાવાયું છે. વિસ્તરણના ભાગરૂપે JPMorgan ટ્રેડ ફાઇનાન્સ અને ફોરેન એક્સચેન્જ સેવાઓ પર ભાર મૂકશે. આ ઉપરાંત લિક્વિડિટીમેનેજમેન્ટ અને પેમેન્ટ સોલ્યુશન્સમાં પણ રોકાણ વધારવાની યોજના છે.
JPMorganએ GIFT Cityમાં પોતાની બેંકિંગ શાખા 2022માં શરૂ કરી હતી. અહીં બેંક લોન, જોખમ વ્યવસ્થાપન, વર્કિંગ કેપિટલ ફાઇનાન્સિંગ અને રોકાણ સેવાઓ ઉપરાંત ફિક્સ્ડ ઇન્કમ, કોમોડિટીઝ અને કેપિટલ માર્કેટ્સ સંબંધિત પ્રોડક્ટ્સ આપે છે.
GIFT International Financial Services Centre ભારતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર છે, જ્યાં વૈશ્વિક બેંકો અને નાણાકીય સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે પ્લેટફોર્મ મળે છે. JPMorganની વિસ્તરણ યોજના GIFT Cityના વૈશ્વિક નાણાકીય હબ તરીકે વિકસતા મહત્વને પણ દર્શાવે છે.
