દેશભરમાં 28થી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ત્રણ દિવસની બેંક હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન બેંકિંગ સેવાઓને અસર થવાની શક્યતા હોવાથી ગ્રાહકોને જરૂરી કામ અગાઉથી પતાવી લેવા સલાહ આપવામાં આવી છે.

27 સપ્ટેમ્બરે બેંકો ખુલ્લી રહેશે

નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર 27 સપ્ટેમ્બર, રવિવારે તમામ Public Sector Banks અને Regional Rural Banks સામાન્ય રીતે કાર્યરત રહેશે. Reserve Bank of Indiaએ પણ આ દિવસે બેંક શાખાઓ, કચેરીઓ, ATM-linked branches અને Currency Chests ખુલ્લાં રાખવાની મંજૂરી આપી છે.

ગ્રાહકો રવિવારે ચેક જમા કરાવવા, રોકડ ઉપાડવા, બેંક ટ્રાન્સફર સહિતના જરૂરી શાખા આધારિત કામકાજ પૂર્ણ કરી શકે છે. સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં થનારી ચુકવણી અથવા અન્ય તાત્કાલિક વ્યવહારો શક્ય હોય ત્યાં સુધી અગાઉથી પૂર્ણ કરવા જણાવાયું છે.

હડતાળ દરમિયાન ATM, UPI, નેટબેંકિંગ અને મોબાઇલ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ રહેવાની શક્યતા છે, જોકે શાખા આધારિત સેવાઓમાં વિલંબ થઈ શકે છે.