દેશભરની બેંકોમાં 28થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન ત્રણ દિવસની હડતાળ યોજાવાની છે. United Forum of Bank Unions (UFBU) સાથે જોડાયેલા બેંક કર્મચારી અને અધિકારી સંગઠનોએ આ હડતાળનું આહ્વાન કર્યું છે.
યુનિયનોની મુખ્ય માગણીઓમાં બેંકિંગ ક્ષેત્રમાં પાંચ દિવસનું કામકાજ લાગુ કરવાની અને Performance Linked Incentive (PLI) યોજના પાછી ખેંચવાની માગ સામેલ છે. પાંચ દિવસના કામકાજની માગ હેઠળ તમામ શનિવારની રજા કરવાની માંગ કરવામાં આવી રહી છે.
હડતાળને કારણે ખાસ કરીને બેંક શાખાઓમાં રોકડ જમા-ઉપાડ, ચેક સંબંધિત કામકાજ અને અન્ય રૂબરૂ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. જોકે, ATM, UPI, મોબાઇલ બેંકિંગ અને ઇન્ટરનેટ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓ સામાન્ય રીતે ઉપલબ્ધ રહેવાની શક્યતા છે.
ગ્રાહકોને હડતાળ પહેલાં જરૂરી શાખા આધારિત કામકાજ પૂર્ણ કરી લેવા અને તાત્કાલિક જરૂરિયાત માટે ડિજિટલ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. સરકારી કર્મચારીઓના સપ્ટેમ્બર 2026ના પગાર અને પેન્શનના વિતરણ માટે પણ અગાઉથી વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે.
