એશિયન ગેમ્સ 2026માં ભારત-પાકિસ્તાન મુકાબલો શક્ય: બંને ટીમો ફાઇનલ સુધી પહોંચે તો જ ટક્કર થશે
આઇચી-નાગોયા એશિયન ગેમ્સની પુરુષ ક્રિકેટ સ્પર્ધાના ડ્રોમાં ભારત અને પાકિસ્તાનને અલગ હાફમાં સ્થાન મળ્યું છે. તેથી બંને ટીમો વચ્ચેનો મુકાબલો માત્ર ગોલ્ડ મેડલ મેચમાં જ થઈ શકે છે.
