પુણેમાં મ્યુલ બેન્ક એકાઉન્ટ કેસમાં પાંચ ઝડપાયા: 19 લોકોને ઠગવામાં રૂ.1.80 કરોડની લેવડદેવડનો પોલીસને સંદેહ
પુણેની વાનવડી પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ સાયબર ઠગો માટે બેન્ક ખાતાં ઉપલબ્ધ કરાવ્યાં હતા. પોલીસના જણાવ્યા અનુસાર, દેશભરના 19 લોકો સાથે થયેલી છેતરપિંડીની રકમ આ ખાતાં મારફતે જમા કરવામાં આવી હતી.
