ફોર્મ-6માં ફેરફાર માટે મહારાષ્ટ્રના ચૂંટણી અધિકારીની દરખાસ્ત: પહેલેથી મતદાર રહી ચૂકેલા લોકોને ‘પ્રથમવાર નોંધણી’નું નિવેદન ન આપવું પડે એવો પ્રસ્તાવ
SIR દરમિયાન મતદાર યાદીમાંથી નામ દૂર થયેલા લોકોને ફરી નામ નોંધાવવા ફોર્મ-6 ભરવાનું કહેવામાં આવે છે. ખોટા નિવેદન બદલ સજાની જોગવાઈથી અરજદારો અચકાતા હોવાની રજૂઆત બાદ મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચને ફેરફાર સૂચવ્યો છે.
