NCPમાં આંતરિક અસંતોષની ચર્ચા: અમિત શાહને મળ્યા બાદ સુનેત્રા પવારે દેવગિરીમાં બેઠકો યોજી
પાર્થ પવારની વધતી ભૂમિકા અંગે વરિષ્ઠ નેતાઓ નારાજ હોવાની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારે પક્ષના નેતાઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરી. પક્ષના પ્રવક્તાએ જોકે પક્ષમાં મતભેદ હોવાનો ઇનકાર કર્યો છે.
