ચૈતન્ય બઘેલના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ પર EDનો કબજો: છત્તીસગઢના કથિત દારૂ કૌભાંડમાં ₹26.43 કરોડની મિલકત જપ્ત
દુર્ગ જિલ્લાના વિઠ્ઠલ ગ્રીન પ્રોજેક્ટમાં 354 રહેણાક અને એક વ્યાપારી પ્લોટનો સમાવેશ; EDનો દાવો છે કે કથિત ગુનાની આવકમાંથી પ્રોજેક્ટમાં ₹18.90 કરોડ વપરાયા.
