Electrotherm India કેસમાં EDની કાર્યવાહી: રૂ. 43.65 કરોડની ચલ સંપત્તિ કામચલાઉ રીતે અટેચ, કુલ જપ્તી રૂ. 81.97 કરોડે પહોંચી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે Electrotherm India Ltd.ના બેંક ખાતાં અને પ્રમોટરોના શેર સામે PMLA હેઠળ કાર્યવાહી કરી છે. કેસમાં લોનની રકમના કથિત ગેરઉપયોગ અને બેંકને થયેલા નુકસાનની તપાસ ચાલી રહી છે.
