ઔડાએ મોટેરાની જમીનના ઝોનમાં ફેરફાર મંજૂર કર્યો: સ્પોર્ટ્સ એન્ક્લેવના આયોજન માટે A1માંથી R1 ઝોનમાં બદલાવ
ઔડાની 312મી બોર્ડ બેઠકમાં મોટેરાની ચોક્કસ જમીનને જનરલ એગ્રીકલ્ચર ઝોન-1માંથી રહેણાંક ઝોન-1માં ફેરવવાનો નિર્ણય લેવાયો. આ બદલાવથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ સંબંધિત સુવિધાઓના આયોજન માટે જમીનનો ઉપયોગ સરળ બનશે.
