ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની બેમુદતી હડતાળ શરૂ: આવક-જાતિના દાખલા સહિતની સેવાઓ અટકવાની શક્યતા, સર્વિસ બ્રેકની ચીમકી વચ્ચે કર્મચારીઓ અડગ
લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા રાજ્યના મહેસૂલ વિભાગના આશરે 8 હજાર કર્મચારીઓ 7 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. કર્મચારી સંગઠન અને સરકાર વચ્ચેનો વિવાદ હવે વહીવટી કામગીરી સુધી પહોંચ્યો છે.
