અમદાવાદમાં 28 વૃક્ષો બચાવવા બિલ્ડિંગની ડિઝાઇન બદલાઈ: ગર્લ્સ પોલિટેકનિકના નવા મકાનમાં વૃક્ષો માટે દીવાલમાં ખાંચા અને વચ્ચે ખુલ્લો ચોક
જર્જરિત મકાનના સ્થાને બની રહેલી નવી ઇમારતમાં બીલી, આંબા અને જાંબુ સહિતનાં વૃક્ષો જાળવવા ડિઝાઇનમાં ફેરફાર કરાયો છે. પ્રોજેક્ટમાં કુદરતી હવા અને પ્રકાશનો ઉપયોગ વધારવાની પણ યોજના છે.
