અમદાવાદના જ્વેલરી શોરૂમમાં રૂ. 40.70 લાખની ઉચાપત: ઓડિટમાં નકલી દાગીના અને અસલ બારકોડ મળ્યા; મેનેજર સામે ફરિયાદ
શિવરંજની વિસ્તારના શોરૂમમાં વાર્ષિક ઓડિટ દરમિયાન સ્ટોકમાં તફાવત દેખાયો. ફરિયાદ મુજબ, 48 દાગીના અને સિક્કાની જગ્યાએ નકલી જ્વેલરી મૂકવામાં આવી હતી.
